‘શિક્ષક કભી સાધારણ નહીં હોતા…!’ લોકજીભે રમતી ચાણક્યની આ ઉક્તિ જેમના જીવનમાં ચરિતાર્થ થયેલી છે એવા આપણા સહુના લોક લાડીલા કુંવરજીભાઈ બાવળીયા ! ધરતીનાં ધાવણ ધાવીને ઉછરેલા આ ધરતીપુત્ર કુંવરજીભાઈને સમાજ માટે કંઇક કરી છુટવાની તમન્ના. અંધશ્રધ્ધા અને અજ્ઞાનનાં પડળોને દુર કરવાની નેમ સાથે વિજ્ઞાન શિક્ષકની કારકિર્દી પસંદ કરી. આ વિદ્યાર્થીપ્રિય શિક્ષક સાથે સાથે લોકસેવાનાં કામો કરતા થયા. રાજકોટની સુખ્યાત કડવીબાઈ વિરાણી સ્કુલમાં સેવા આપી.
ગામડાંના માણસને સરકારી કામ પડે ત્યારે મુંઝાય. ગામમાં ભણેલ માણસને ગોતે. આ રીતે ભણેલ અને આગવી કોઠાસૂઝ ધરાવતા કુંવરજીભાઈનો વ્હારે ચડે. ક્યાંય અરજી કરવાની હોય, રજૂઆત કરવાની હોય, કોઈ વાત સમજાતી ન હોય તો લોકો ગમે ત્યારે કુંવરજીભાઈ પાસે આવે. આવે એ સહુને સમાધાન મળે. કુંવરજીભાઈને આ રીતે જાણે-અજાણે સરકારી તંત્ર સાથે પનારો પડતો થયો. લોકોની વચ્ચે રહીને સમસ્યાઓના મૂળ સુધી પહોંચવાની અને તે સમસ્યા હલ થાય ત્યાં સુધી મંડ્યા રહેવું તે કુંવરજીભાઈનો સ્વભાવ બની રહ્યો. લોકસમસ્યાઓને વધુ સારી રીતે વાચા આપવા રાજનીતિમાં આવવાનો તેમનો નિર્ણય પ્રજા માટે સુખદ અને યોગ્ય સમયનો બની રહ્યો.
ઈ.સ. ૧૯૯૫માં પ્રથમવાર ગુજરાત વિધાનસભામાં ચૂંટાયા. વિધાનસભાની ચાર ચૂંટણીમાં જીતની પરંપરા સર્જી. રાજકીય પવન ગમે તે બાજુનો હોય લોકોએ તો પોતાના સાચા હામી કુંવરજીભાઈ ઉપર જ પસંદગીનો કળશ ઢોળ્યો અને તેમને જ પોતાના પ્રતિનિધિ બનાવ્યા. પંદરમી લોકસભાની ચૂંટણી આવી ત્યારે રાજકોટ લોકસભા મતવિસ્તાર માટે પ્રજાજીવનના મર્મી કુંવરજીભાઈ બાવળીયાનીઉમેદવાર તરીકે પસંદગી કરી.
અભ્યાસુ કુંવરજીભાઈ લોકસભાની કામગીરીથી સુપેરે માહિતગાર. સંસદમાં કે વિવિધ મંત્રાલયોમાં રૂબરૂ રજૂઆત માટે જવાનું થાય ત્યારે પુરતી તૈયારી કરવી, મંત્રીશ્રીઓ કે અધિકારીઓ સમક્ષ મુદ્દાસર રજૂઆત કરવી, રજૂઆત પછી જે તે પ્રશ્નો અંગે યોગ્ય ફોલો અપ કરવું, જરૂર પડે પાર્ટી ફોરમ દ્વારા પ્રજાકીય પ્રશ્નોને વાચા આપવી વગેરે વિશિષ્ટતાઓએ દિલ્હીના વર્તુળમાં કુંવરજીભાઈને લોકપ્રિય બનાવ્યા છે.
કેન્દ્ર કે રાજ્ય સરકાર સાથેના પ્રશ્નોમાં માત્ર પત્ર લખીને સંતોષ માને એ બીજા, કુંવરજીભાઈ નહીં ! પ્રશ્નને હલ કરવા છેક સુધી મથે. લોકો માટે તેમનાં દ્વાર અને હૈયું હંમેશાં ખુલ્લાં. રાજકોટની સાથોસાથ આખાં સૌરાષ્ટ્ર માટે વિચારે અને વિવિધ યોજનાઓનો લાભ સૌને મળે તે માટે પ્રયત્નશીલ રહે. પાંચ વર્ષના તેમના સંસદસભ્ય તરીકેના કાર્યકાળમાં તેમની કામગીરી ખરેખર નેત્રદીપક રહી છે. આવા કાબેલ લોક્પ્રતિનીધીને વધુ તક આપવી જ રહી! જાહેરજીવનમાં તેમણે રાજનૈતિક પ્રમાણિકતા અને પક્ષીય વફાદારીનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂં પાડ્યું છે !
ઉત્તમ નેતા તરીકે સોળેય ગુણ ધરાવતા શ્રી કુંવરજીભાઈ મોહનભાઈ બાવળીયા પારદર્શક નિર્ણય કરતા દુરંગદેશી દ્રષ્ટ્રિ ધરાવતા. કુંવરજીભાઈ બાવળીયાનો જન્મ ૧૬ માર્ચ ૧૯૫૫ના રોજ રાજકોટ જિલ્લાના અમરાપુર માં ખેડૂતપુત્ર શ્રી મોહનભાઈ બાવળીયા ઘરે થયો.
કુંવરજીભાઈ બાવળીયા નાનપણથીજ ખુબજ તેજસ્વી સ્વભાવ અને માતા-પિતાના સંસ્કારો તેમનામાં ઊતર્યા હતા. પ્રાથમિક શિક્ષણ પોતાના ગામની સરકારી સ્કૂલમાં થયું પછી તેઓ ઉચ્ચ અભ્યાસ માટે બહાર ગયા. સોરાષ્ટ્રના યુનિવર્સિટી માંથી બી.એડ., બી.એસ.સી. ડિગ્રીમાં સ્નાતક પદવી રાજકોટ ખાતે પ્રાપ્ત કરી.
ઈ.સ. ૧૯૯૫માં પ્રથમવાર ગુજરાત વિધાનસભામાં ચૂંટાયા. વિધાનસભાની ચાર ચૂંટણીમાં જીતની પરંપરા સર્જી. રાજકીય પવન ગમે તે બાજુનો હોય લોકોએ તો પોતાના સાચા હામી કુંવરજીભાઈ ઉપર જ પસંદગીનો કળશ ઢોળ્યો અને તેમને જ પોતાના પ્રતિનિધિ બનાવ્યા. પંદરમી લોકસભાની ચૂંટણી આવી ત્યારે રાજકોટ લોકસભા મતવિસ્તાર માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે પ્રજાજીવનના મર્મી કુંવરજીભાઈ બાવળીયાનીઉમેદવાર તરીકે પસંદગી કરી. લોકપ્રિયકુંવરજીભાઈએ ભાજપના ઉમેદવારને જંગી લીડથી પરાસ્ત કર્યા.
અભ્યાસુ કુંવરજીભાઈ લોકસભાની કામગીરીથી સુપેરે માહિતગાર. સંસદમાં કે વિવિધ મંત્રાલયોમાં રૂબરૂ રજૂઆત માટે જવાનું થાય ત્યારે પુરતી તૈયારી કરવી, મંત્રીશ્રીઓ કે અધિકારીઓ સમક્ષ મુદ્દાસર રજૂઆત કરવી, રજૂઆત પછી જે તે પ્રશ્નો અંગે યોગ્ય ફોલો અપ કરવું, જરૂર પડે પાર્ટી ફોરમ દ્વારા પ્રજાકીય પ્રશ્નોને વાચા આપવી વગેરે વિશિષ્ટતાઓએ દિલ્હીના વર્તુળમાં કુંવરજીભાઈને લોકપ્રિય બનાવ્યા છે.
કેન્દ્ર કે રાજ્ય સરકાર સાથેના પ્રશ્નોમાં માત્ર પત્ર લખીને સંતોષ માને એ બીજા, કુંવરજીભાઈ નહીં ! પ્રશ્નને હલ કરવા છેક સુધી મથે. લોકો માટે તેમનાં દ્વાર અને હૈયું હંમેશાં ખુલ્લાં. રાજકોટની સાથોસાથ આખાં સૌરાષ્ટ્ર માટે વિચારે અને વિવિધ યોજનાઓનો લાભ સૌને મળે તે માટે પ્રયત્નશીલ રહે. પાંચ વર્ષના તેમના સંસદસભ્ય તરીકેના કાર્યકાળમાં તેમની કામગીરી ખરેખર નેત્રદીપક રહી છે. આવા કાબેલ લોક્પ્રતિનીધીને વધુ તક આપવી જ રહી!
તેમણે ૯મી ગુજરાત વિધાનસભા માટે ચૂંટણી લડીને તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી અને પાંચ વખત ધારાસભ્ય તરીકે ચુંટાયેલ. તેમના કાર્ય કરવાની પદ્ધતીના લીધે તેમને રાજકોટથી લોકસભાના સંસદ સભ્ય તરીકે ચુંટણી લડ્યા અને 25,800 મતની લીડ સાથે ચૂંટાયા. (મારા એમપી ટર્મ દરમિયાન હું આરોગ્ય અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય તથા કૌટુંબિક વેલ્ફેર, કૃષિ પર સલાહકાર સમિતિ, સમિતિ MPLAD’S અને ગુજરાત એમપીના કન્વીનર પણ સેવા આપી.) ગુજરાત વિધાનસભામાં PAC કમિટીના ચેરમેન તારીકે પણ કામગીરી કરેલ.
વર્ષ 2018 દરમિયાન, ગુજરાતના પનોતા પુત્ર આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ના નેતૃત્વ હેઠળ તેમજ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયાબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ તથા પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા. વર્ષ 2018 માં ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા બાદ, તેમને તત્કાલ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વવાળી સરકારમાં કેબીનેટ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
ગુજરાત સરકારના મંત્રાલયના સુધારા દરમિયાન, કુંવરજીભાઈ બાવળીયાને ગુજરાત રાજ્ય સરકારમાં પાણી પુરવઠો, પશુપાલન, અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના કેબીનેટ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. કુંવરજીભાઈ બાવળીયા સાથે સાથે સમાજ અને સોસાયટી માટે અનેક સંસ્થાઓમાં સેવા પ્રદાન કરતા રહ્યા છે. પણ આવે છે….