Political Journey

શિક્ષક કભી સાધારણ નહીં હોતા…!’ લોકજીભે રમતી ચાણક્યની આ ઉક્તિ જેમના જીવનમાં ચરિતાર્થ થયેલી છે એવા આપણા સહુના લોક લાડીલા કુંવરજીભાઈ બાવળીયા ! ધરતીનાં ધાવણ ધાવીને ઉછરેલા આ ધરતીપુત્ર કુંવરજીભાઈને સમાજ માટે કંઇક કરી છુટવાની તમન્ના. અંધશ્રધ્ધા અને અજ્ઞાનનાં પડળોને દુર કરવાની નેમ સાથે વિજ્ઞાન શિક્ષકની કારકિર્દી પસંદ કરી. આ વિદ્યાર્થીપ્રિય શિક્ષક સાથે સાથે લોકસેવાનાં કામો કરતા થયા. રાજકોટની સુખ્યાત કડવીબાઈ વિરાણી સ્કુલમાં સેવા આપી. ગામડાંના માણસને સરકારી કામ પડે ત્યારે મુંઝાય. ગામમાં ભણેલ માણસને ગોતે. આ રીતે ભણેલ અને આગવી કોઠાસૂઝ ધરાવતા કુંવરજીભાઈનો વ્હારે ચડે. ક્યાંય અરજી કરવાની હોય, રજૂઆત કરવાની હોય, કોઈ વાત સમજાતી ન હોય તો લોકો ગમે ત્યારે કુંવરજીભાઈ પાસે આવે. આવે એ સહુને સમાધાન મળે. કુંવરજીભાઈને આ રીતે જાણે-અજાણે સરકારી તંત્ર સાથે પનારો પડતો થયો. લોકોની વચ્ચે રહીને સમસ્યાઓના મૂળ સુધી પહોંચવાની અને તે સમસ્યા હલ થાય ત્યાં સુધી મંડ્યા રહેવું તે કુંવરજીભાઈનો સ્વભાવ બની રહ્યો. લોકસમસ્યાઓને વધુ સારી રીતે વાચા આપવા રાજનીતિમાં આવવાનો તેમનો નિર્ણય પ્રજા માટે સુખદ અને યોગ્ય સમયનો બની રહ્યો. Read more..